શાહપુર વિસ્તારમાં પઠાણની ખડકીમાં એક મકાનમાં બે શખ્સો એમડી ડ્રગ્સનું છુટક વેચાણ કરે છે તેવી ઝોન-2 એલસીબીનો સ્કોવોર્ડને બાતમી મળી હતી.


ત્યાં દરોડો પાડતા ભરત ચૌધરી અને રાહુલ પરમાર પાસેથી 46 હજારનો 4.640 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ડ્રગ્સ સહિત કુલ રૂ. 62 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપીઓની પૂછપરછ કરતા રાજસ્થાનના સાંચોરમાં વલીરજદ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવીને છૂટક વેચાણકરતા હતા. આ અંગે પોલીસે ત્રણેય સામે ગુનો નોધીને બે આરોપીની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.


  • Follow us on: