શાહિબાગમાં સિક્યુરિટી એજન્સી ધરાવતા વેપારીને રસ્તા વચ્ચે ઊભા રાખી બે સખ્શોએ ઉછીના રૂપિયા માગ્યા હતા, વેપારીએ ના પાડતા બે શખ્સોએ ચપ્પુના ઘા માર્યા હતા. આ અંગે વેપારીએ બંને શખ્સો સામે ફરિયાદ નોધાવી છે.


નિકોલમાં રહેતા ઉદયવીરસિંગ તોમર અસારવામાં સિક્યુરિટી એજન્સી ધરાવે છે. તેઓ પહેલાં શાહીબાગ રહેતા હોવાથી બે વર્ષ અગાઉ કિરણ સોલંકી સાથે મુલાકાત થઇ હતી. ગત 26 ઓગસ્ટે તે સિક્યુરિટીના પોઇન્ટ પર વિઝિટ કરીને રાત્રીના સમયે એક્ટિવા લઇને ઘરે જતા હતા ત્યારે માકુભાઇના છાપરા પાસે એક્ટિવા આગળ કિરણ અને તેનો મિત્ર રીહાન શેખ ઊભા થઈ ગયા હતા. તેમણે ઉદયવીર પાસે ઉછીના રૂપિયાની માગતા તેમણે ના પાડી હતી. બંનેએ ઉશ્કેરાઈને તેમને ચપ્પુના ઘા માર્યા હતા. જેથી તેઓ ત્યાંથી ભાગવા જતા પડી ગયા હતા. ત્યારબાદ બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ઉદયવીરસિંગને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેથી તેમણે કિરણ અને રિહાન સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


  • Follow us on: