મણિનગરમાં રહેતા રોનક રાઠોડ ગાંધીનગર ગુજરાત મેરી ટાઇમ બોર્ડમાં આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. ગુરૂવારે સવારે તે મોર્નિંગ વોક કરવા કાંકરિયા ગયા હતા. ત્યાંથી પરત આવતા જિરાફ સર્કલથી એલજી કોર્નર પર ચાલતા જતા હતા. આ દરમ્યાન એક્સેસ પર આવેલ બે અજાણ્યા શખ્સો તેમનો મોબાઇલ ઝુંટવી ભાગવા જતા હતા. ત્યારે રોનકભાઇએ એક્સેસનો પાછળનો ક્લેમ્પ પકડી લેતા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે રોનકભાઇ પર હુમલો કર્યો હતો. તેમ છતા તેમને એક્સેસ છોડયુ ન હતું ત્યારે બંને શખ્સો નીચે પડી જતા અન્ય યુવકે મોબાઇલ લઇને રોનકભાઇને પરત આપ્યો હતો. જ્યારે બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે રોનકભાઇએ બંને શખ્સો સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









