ખાડિયામાં રાયપુર આકાશેઠ કૂવાની પોળના નાકે સ્થિત શહીદ વીરની ખાંભી પાસે ગેરકાયદેસર દબાણ થઈ ગયું છે. જેના કારણે ઔતિહાસિક શહીદ વીરની ખાંભીને નુકસાન થયું છે. શહીદ વીરનું જે ઉચ્ચિત માન સન્માન જળવાવું જોઈએ તે જળવાતું નથી. ગેરકાયદેસર દબાણ કરવાવાળા જાણે કે અહીં સરકારી તંત્રનો કાયદો - વ્યવસ્થા ના હોય તેમ કોઈ ડર વગર બિનદાસ્ત રીતે દબાણ કરે છે અને નુકસાન પહોંચાડે છે. તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન થતી હોવાની સ્થાનિકોની ફરિયાદ રહેલી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: