શહેરના પૂર્વ વિસ્તારમાં આડેધડ વાહનો સામે સતત ફરિયાદો થતી રહે છે. જેની સામે ટ્રાફિક પોલીસ ઉપરાંત વસ્ત્રાલ આરટીઓ કચેરીના ઇન્સ્પેકટરો પણ સતત કાર્યવાહી ચાલે છે.


આમ છતાં ભારે વાહન ચાલકોનો ત્રાસ યથાવત રહે છે. જેના પગલે પૂર્વની વસ્ત્રાલ આરટીઓએ એક જ મહિનામાં નિયમ તોડનાર 775 ભારે વાહનો પકડયા હતાં. ચેકિંગ દરમિયાન ભારે વાહનો પકડીને 44 લાખથી વધુનો દંડ વસૂલાયો હતો. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા પણ ઓનલાઇન મિટીંગમાં કાર્યવાહી માટે સૂચના અપાય છે.

પૂર્વ વિસ્તારમાં જીઆઇડીસી ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર વિકાસ કાર્યો ચાલે છે. કન્સ્ટ્રક્શન સાઇટો પણ ચાલે છે. જેથી ભારે વાહનોની અવરજવર રહે છે. વિકાસ કાર્યોમાં કાર્યરત વાહનોમાં આરટીઓના નિયમ મુજબ ફિટનેશ હોવું જરૂરી છે. આમ છતાં ભારે વાહન માલિકો આરટીઓ ફી ભર્યા વગર ખુલ્લેઆમ ફરતા રહે છે. આ સિવાય કેટલાક વાહનો નિયમોનું પણ ઉલ્લંઘન કરે છે. જેની સામે વસ્ત્રાલ આરટીઓ કચેરીએ કાર્યવાહી હાથધરી હતી. છેલ્લા એક જ મહિનામાં 88 કેસ ઓવરલોર્ડ, 161 કેસ ઓવર ડાયમનસન, 42 કેસ ટેક્સ નહીં ભરનાર વાહનો પકડયા હતાં. જેમાં ઓવરલોર્ડનો રૂપિયા 14,62,200 દંડ, ઓવર ડાયમનસનનો રૂપિયા 6,67,500 દંડ અને ટેક્સનો રૂપિયા 10,92,670 દંડ વસૂલ્યો હતો. કુલ 13 વાહનો ડિટેઇન કરાયા હતાં. જેની દંડાત્મક કાર્યવાહી બાદ દંડની રકમમાં વધારો થશે. અધર ગુના હેઠળ 471 કેસ કરીને રૂપિયા 11,51,610 દંડની વસુલાત કરાઇ હતી.

વસ્ત્રાલ આરટીઓ કનકસિંહ પરમારે કહ્યું કે, પૂર્વ વિસ્તારની હદ એક બાજુ દસક્રોઇ સુધી અને બીજીતરફ ચિલોડા સુધીની છે. જેમાં નિયમ વિરુધ્ધ ભારે વાહનો દોડતાં રહે છે. જેની સામે પોલીસ તો કાર્યવાહી કરે છે. પરંતુ આ સિવાય ભારે વાહનોમાં ઓવરલોર્ડ સામન, આરટીઓ ટેક્સ ભર્યો ના હોય અથવા અન્ય નિયમોનું પાલન થતું ના હોય તેવા આરટીઓનો નિયત તોડનાર વાહનો સામે કાર્યવાહી હાથધરાઇ હતી. તમામ સિસ્ટમ ઓનલાઇન હોવા છતાં કેટલાક ભારે વાહનના માલિકો કકળાટ કરે છે. સરકાર દ્વારા આરટીઓમાં ઓનલાઇન વ્યવસ્થા કરાઇ હોવાથી વાહન ચાલકોએ પોતાની રીતે સમય મર્યાદામાં ફી ભરીને સહકાર આપવો જોઇએ. આરટીઓ કચેરી દ્વારા વાહન ચેકિંગની પ્રક્રિયા સતત ચાલુ જ રહેશે.


  • Follow us on: