ઇસનપુરગામમાં રહેતા હિરેનભાઇ પટેલ વારાહી માતાના મંદિરમાં ટ્રસ્ટી છે. જેમાં મંદિરને લગતુ કામ સચીન પટેલ કરતા હતા. તેમજ પ્રવિણભાઇ રાવલ પુજારી તરીકે કામ કરે છે અને ત્યાં જ રહે છે. ગત 7 જુલાઇએ પુજારી મંદિરમાં આવતા ચોરીની જાણ થઇ હતી. જેથી તેમને સચીનભાઇને કહેતા તેમણે હિરેનભાઇને ફોન કરીને જણાવ્યુ કે મંદિરની દાનપેટી અને ગર્ભગૃહના દરવાજાનું લોક તોડીને ચોરી થયેલ છે. જેથી હિરેનભાઇ મંદિર પહોંચતા ચાંદીની માતાજીની પાવડી, ચાંદીનું છત્ર, દાનપેટી સહિત રૂ. 1.79 લાખની મત્તાની ચોરી થઇ હતી. મંદિરના સીસીટીવી ચેક કરતા બે અજાણ્યા ચોર મંદિરમાં ચોરી કરતા નજરે પડયા હતા. આ અંગે હિરેનભાઇએ અજાણ્યા બંને શખ્સો સામે ઇસનપુર પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

PM Modi Daman Visit: 2,970 કરોડના વિકાસ કાર્યો, 'નમો હોસ્પિટલ' અને 'નમો એરપોર્ટ'ની ભેટ









