અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા તૈયાર કરવામાં આવેલા C બ્લોકના બિલ્ડિંગમાં રૂ. 2 કરોડ, 50 લાખથી વધુના ખર્ચે વી.આર.વી. એર કન્ડિશનિંગ સિસ્ટમના ઈનડોર કેસેટ યુનિટ અને આઉટડોર કેસેટ યુનિટ, પેનલ, કેબલિંગ બદલવામાં આવશે તેમજ ચોમાસામાં ફીડર ઓવરલોડ / ફોલ્ટ કે અન્ય કારણસર વીજ પુરવઠો ખોરવાઈ જાય તેવી ઈમરજન્સીની સ્થિતિમાં મેયર, સહિત પદાધિકારીઓની ઓફિસો, મ્યુનિ. કમિશનર સહિત અધિકારીઓ તેમજ ગાંધી હોલમાં પાવર સપ્લાય ચાલુ રહે તે હેતુસર UPS પાવર સિસ્ટમ નાંખવામાં આવશે. આ હેતુસર રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં આવતીકાલે દરખાસ્ત રજૂ કરાશે.
સૂત્રોના જણાવ્યાનુસાર, લગભગ 13 વર્ષ પહેલાં AMCનું દાણાપીઠ ખાતે C બ્લોકનું પાંચ માળનું નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં ઈલેક્ટ્રિક સપ્લાય માટે તેમજ AC, કોમ્પ્યુટર સહિત વીજળીના સાધનો- ઉપકરણો કાર્યરત રહે અને વીજ પુરવઠો યોગ્ય અને વ્યવસ્થિત રીતે મળતો રહે તે હેતુસર વી.આર.વી. એર કન્ડીશનિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી હતી. તેમજ વી.આર.વી. એર કન્ડિશનિંગ સિસ્ટમના ઈનડોર કેસેટ યુનિટ અને આઉટડોર કેસેટ યુનિટ, પેનલ, કેબલિંગ બદલવા માટે આવેલા બે ટેન્ડર પૈકી લોએસ્ટ ટેન્ટરરને કામ સોંપાશે. જ્યારે ફીડર ઓવરલોડ / ફોલ્ટ કે અન્ય કારણસર વીજ પુરવઠો ખોરવાઈ જાય તેવી ઈમરજન્સીની સ્થિતિમાં મેયર, સહિત પદાધિકારીઓની ઓફિસો, મ્યુનિ. કમિશનર સહિત અધિકારીઓ તેમજ ગાંધી હોલમાં પાવર સપ્લાય ચાલુ રહે તે હેતુસર રૂ. 44 લાખના ખર્ચે UPS પાવર સિસ્ટમ નાંખવામાં આવશે.










