વરસાદ વચ્ચે પાણીનો નિકાલ ન થવાની ઠેર-ઠેર સમસ્યા સામે આવી રહી છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ડ્રેનેજ લાઈન રિપેરિંગની કામગીરી કરવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે.


જેના કારણે હાલની મુશ્કેલી હળવી બનશે કે જટિલ તેના સ્થાનિકોમાં પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. શાહીબાગમાં છેલ્લા ઘણાં સમયથી ગટર ઉભરાઈ જવાની અને પાણીનો નિકાલ ન થવાની ફરિયાદ આવી રહી છે જેના પગલે ડ્રેનજ લાઈન અને સ્ટ્રોમ વોટર લાઈન અપગ્રેડ કરવા માટેની રૂ.88,07,698 ના ખર્ચે કામગીરી કરવામાં આવશે. આ માટે ડ્રેનેજ લાઈનનું ચેકિંગ પણ કરવામાં આવશે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, જ્યાં એક તરફ ચોમાસું શરૂ છે અને વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો નથી ત્યારે તંત્ર દ્વારા લાઈન અપગ્રેડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ કારણે લોકોની મુશ્કેલી ઘટશે કે વધશે તે જોવનું રહ્યું છે. આ તરફ ભાઈપુરા હાટકેશ્વરમાં લાંબા સમયતી પીવાના પાણીનું દબાણ ઘટી રહ્યું છે. જેથી લોકોની જોગેશ્વરી વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે ઈલેક્ટ્રીકલ અને મેકેનીકલ અપગ્રેડ કરવાની કામગીરી કરવામાં આવશે. આ માટે વર્ષો જૂના મશીનને હટાવીને નવા મશીન લગાવવામાં આવશે જેના માટે રૂ.2,07,84,179 ના ખર્ચે કામગીરી કરવામાં આવશે. જેના પરિણામે લોકોને પુરતા પ્રેશરથી પાણી મળી રહેશે.


  • Follow us on: