ઓઢવમાં ઘણાં વિસ્તારોમાં પીવાના પાણીથી લઈ ગટર ઉભરાઈ જવાની ફરિયાદો સતત સામે આવી રહી છે. જેના કારણે સ્થાનિકોની હાડમારીમાં સતત વધારો થઈ રહ્યો છે.


હાલમાં જ સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને રાહદારીઓએ રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી હતી. જે પછી હાલમાં આદિનાથ નગર નજીક મ્યુનિસિપલ શાળાની બાજુમાં છેલ્લા કેટલાંક સમયથી ગટર ઉભરાતા પાણી ભરાઈ રહ્યું છે. એટલું જ નહીં પાણીની લાઈન પણ કેટલાંક સમયથી સવાર સાંજ લીકેજ થવાના કારણે બહાર આવી રહી છે.

આ કારણે રોડ પર ગંદા પાણી ભરાઈ રહે છે. આ કારણે શાળામાં જતાં બાળકોએ ગંદકીમાંથી પસાર થવું પડી રહ્યું છે. તેમજ રોડ પર ગંદકી હોવા છતાં સફાઈ કર્મીઓ દ્વારા કોઈ પણ પ્રકારની સફાઈ કરવામાં આવી રહી નથી. આ અંગે સ્થાનિકો દ્વારા અગાઉ પણ ગટર ઉભરાઈ જવાથી લઈ પાણીની લાઈનમાં લીકેજ હોવાની આ વિસ્તારમાંથી ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ પણ નક્કર કામગીરી કરવામાં ન આવી રહી હોવાનું જણાવ્યું છે. આ માટે તંત્ર દ્વારા તહેવારો પહેલાં તાકીદે કામગીરી કરવામાં આવે તેવી જ માંગણી રહેલી છે.


  • Follow us on: