વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મનકી બાત'માં મેદસ્વિતા નિવારણ ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલા 'મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત તા. 11જૂન, બુધવારે સવારે 5-30 થી 7-30 દરમિયાન ઈવેન્ટ સેન્ટર, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા યોગ શિબિરનું આયોજન કરાયું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનાર યોગ શિબિરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે તેમજ MP દિનેશ મકવાણા, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કેટલાક મંત્રી અને ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.



  • Follow us on: