અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા 206માં અંગદાનમાં પરપ્રાંતિય મુસ્લિમ યુવાનને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા.


જ્યા સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરોએ યુવાનને 19-8ના રોજ બ્રેઇન ડેડ હોવાનુ નિદાન કરેલ. ડોક્ટરોએ અંગદાન વિશે સમજાવતા દર્દીના પરિવારજનોને તેના અંગોનુ દાન આપવા સંમતિ આપી હતી. આ અંગદાનથી મળેલ બે કિડની, લીવર તથા સ્વાદુપિંડ ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલ ના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ.

અંગદાતાઓ થકી કુલ 678 અંગોનું દાન મળ્યું

સિવિલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 206 અંગદાતાઓ થકી કુલ 678 અંગો નું દાન મળેલ છે. જેમાં 181 લીવર, 376 કિડની, 15 સ્વાદુપિંડ, 66 હ્રદય, 32 ફેફ્સા, 6 હાથ, 2 નાના આંતરડા નો સમાવેશ થાય છે. આ. ઉપરાંત સિવિલ હોસ્પીટલ સ્કીન બેંક ને અત્યાર સુધી માં 22 જેટલી ત્વચા નુ પણ દાન મળ્યુ છે આ 206 અંગદાતા ઓ થકી 659 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.


  • Follow us on: