બાપુનગરમાં રહેતી 36 વર્ષીય યુવતી હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. યુવતી લગ્ન કરવા છોકરાની શોધમાં હતી. ગત 20 નવેમ્બરે તે ઇન્સ્ટાગ્રામમાં સફ્રીંગ કરતી વખતે જાહેરાત જોઇ હતી.


તેમાં આપેલી લીંક ઓપન કરતા યુવતીને વોટ્એસપ મેસેજ આવ્યો હતો. જેમાં મેસેજ કરનાર શખ્સે પોતાનું નામ રવિ શર્મા અને પોતે ઓસ્ટ્રેલીયામાં રહેતો હોવાનું જણાવ્યુ હતુ. તેમજ આઇકાર્ડ પણ વોટ્સએપમાં મોકલ્યુ હતુ. જેથી યુવતીને વિશ્વાસ આવતા તેને રવિ સાથે વાતો શરૂ કરી હતી. તેમજ રવિએ તેની પત્નીનું અકસ્માતમાં મોત થયુ છે અને 9 મહિનાની પુત્રી છે કહીને ઇમોશનલ વાતો કરી હતી. જેથી યુવતીને લાગણી થતા વાત કરવાની ચાલુ રાખી હતી. બાદમાં રવિએ લગ્ન માટે વાત કરતા યુવતીએ તેના સંબંધીને આ અંગે જાણ કરતા આવા લોકોથી દૂર રહેવાની સલાહ આપી હતી. જેથી યુવતીએ વાત કરવાનું બંધ કરી દીધુ હતું. જેથી તેણે બીજા નંબરથી મેસેજ કર્યો હતો.

રવિએ યુવતીને બે દિવસ પછી ઓસ્ટ્રેલીયાથી મુંબઈ એરપોર્ટ પર આવીશ. તેમાં ફ્લાઈટની ટીકીટ અને વીડિયો પણ મોકલી આપ્યો હતો. રવિએ યુવતીને હું મુંબઈ એરપોર્ટ પર આવી ગયો છું અને અહિયા કસ્ટમ ઓફ્સિરોએ મને પકડી લીધો છે. ગઠિયાએ બનાવટી કસ્મટ ઓફ્સિર સાથે યુવતીની વાત કરાવી હતી. તેમાં બંને બહારથી આવ્યા છે તેથી ટેક્સ ભરવો પડશે તેવા બહાના બતાવીને યુવતી પાસેથી રૂ. 94 હજાર પડાવી લીધા હતા. યુવતીને ઠગાઇની જાણ થઇ હતી. આ અંગે યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા સામે ફરિયાદ નોધાવી છે.


  • Follow us on: