ઇસનપુરના ઘોડાસર બ્રીજ નીચેથી પંદરેક દિવસ અગાઉ યુવકનું બાઈક ચોરાયું હતું. આ અંગે યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઝોન-6 એલસીબી સ્કવોડે નારણપુરા ચાર રસ્તા સુધીના 80થી વધુ સીસીટીવી ફુટેજ તપાસીને બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીની પૂછપરછ કરતા 22 ટુ-વ્હીલરની ચોરીને અંજામ આપી ચુક્યાનું સામે આવ્યુ છે. ત્યારે પોલીસે ચોરી થયેલા 22 ટુ-વ્હીલર કબજે કર્યા છે. રથયાત્રા અને તાજીયાના બંદોબસ્ત વચ્ચે ઝોન-6 એલસીબી સ્કવોડે સામાન્ય બાઈક ચોરીના ગુનાની તપાસ શરુ કરી હતી. જ્યારે ઇસનપુર ચાર રસ્તાના સીસીટીવી ફુટેજ તપાસ્યા જેમાં શકાસ્પદ શખ્સ દેખાયો અને તેનો પીછો કરતા પોલીસ નારણપુરા ચાર રસ્તા સુધી પહોંચી ગઈ હતી. 80 કરતા વધુ સીસીટીવી ફુટેજ તપાસીને એક બાઈક પર આવેલા બે શખ્સો દેખાયા હતા. તેને લઇને પોલીસે બંને આરોપી કમલેશભાઈ રબારી અને પીયુષ રબારીની ધરપકડ કરી હતી. બંને આરોપીની પૂછપરછ કરતા મુખ્ય આરોપી કમલેશ તેના ગ્રેજ્યુએટ મિત્ર પીયુષને લઈને બાઈક ચોરી કરવાનીકળતો હતો. મોટાભાગે બ્રીજની નીચે અથવા તો બિલ્ડીંગના પાર્કિંગમાં રહેલા બાઈકને ચોરી કરતો હતો. જ્યારે પોલીસે 22 ટુ-વ્હીલર ચોરીનો ભેદ ઉકેલી કબ્જે કર્યા છે. જ્યારે પોલીસે સ્પ્લેન્ડર-16, એકટીવા-3, જ્યુપીટર-1 , બુલેટ-1, હોન્ડા સાઇન બાઈક-1 કબ્જે કર્યાછે.



  • Follow us on: