દિલ્હીથી દમણ તરફ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. દમણ એરપોર્ટ પર વાતાવરણ ખરાબ હોવાના કારણે અને વિઝિબિલિટી અત્યંત ઓછી હોવાના લીધે ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ શકી ન હતી, જેથી વિમાનને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
હવામાં 3 થી 4 ચક્કર લગાવ્યા બાદ પાયલટે અમદાવાદ તરફ વિમાન વાળ્યું
દમણ એરપોર્ટ પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરતા સમયે વિઝિબિલિટીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. આ પરિસ્થિતિમાં એર ઈન્ડિયાના વિમાને દમણના આકાશમાં 3 થી 4 ચક્કર લગાવ્યા હતા. જોકે, વાતાવરણમાં સુધારો ન થતાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરીને વિમાનને અમદાવાદ એરપોર્ટ તરફ લઈ જવાનો નિર્ણય કર્યો હતો.
