અમદાવાદ એરપોર્ટ પરથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત એવા અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 2 ખાતે પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેકાબૂ કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર એટલી બેકાબૂ હતી કે તેણે ધડાકાભેર ટક્કર મારીને સ્થળ પરના લોખંડના 4 મજબૂત થાંભલાઓને તોડી નાખ્યા હતા.

એરપોર્ટના ટર્મિનલ 2 પર બેકાબૂ કારનો ત્રાસ

સ્પીડમાં રહેલી કારની ટક્કર એટલી જોરદાર હતી કે થાંભલાઓ તૂટી જવાની સાથે-સાથે કારને પણ મોટું અને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. એરપોર્ટ જેવા અત્યંત સંવેદનશીલ અને ગીચતાવાળા વિસ્તારમાં આ પ્રકારે પૂરપાટ ઝડપે કાર બેકાબૂ બનતા ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાઈ ગયો હતો.

સર્જાયેલી દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી

જોકે, રાહતની વાત એ રહી કે આ ભીષણ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેના કારણે એરપોર્ટ તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો