ભારતની અગ્રણી અને ઝડપથી વિકસતી શાકાહારી ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતા Ajay’s Cafe દ્વારા ગ્રાહકો માટે એક નવો અને આકર્ષક સ્વાદ લોન્ચ કરવામાં આવ્યો છે. કેફેએ પોતાની જાણીતી અને લોકપ્રિય ફ્રાઇઝને એકદમ નવો સ્મોકી ટ્વિસ્ટ આપતી 'બાર્બેક્યૂ ફ્રાઇઝ' બજારમાં મૂકી છે, જે ખેલૈયાઓ અને યુવાનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

બાર્બેક્યૂ ફ્રાઇઝનો સ્વાદ, ટેક્સચર અને વિશેષતાઓ

  • ફ્રાઇઝનું ટેક્સચર એકદમ ક્રિસ્પી રાખવામાં આવ્યું છે, જેમાં બોલ્ડ બાર્બેક્યૂ સીઝનિંગનો ઉપયોગ થયો છે.
  • સીઝનિંગમાં સ્મોકી અને ખટાશવાળા ફ્લેવર સાથે હળવા મસાલાનો સરસ સ્પશ આપવામાં આવ્યો છે.
  • ગ્રાહકોને એકદમ અલગ અને ચટાકેદાર ફ્લેવર પ્રોફાઇલનો અનુભવ કરાવવા માટે આ વાનગી તૈયાર કરાઈ છે.

Ajay's Cafe Launches Barbeque Fries at Rs 70

માત્ર રૂ. 70ની સુલભ કિંમતે મળશે સ્વાદનો ખજાનો

Ajay’s Cafeના સ્થાપક અને સંચાલક અજય સોલંકીના જણાવ્યા અનુસાર, ક્વિક સર્વિસ ફૂડમાં ફ્રાઇઝ ગ્રાહકોની હંમેશાથી ફેવરિટ રહી છે, પરંતુ લોકો હવે નવા સ્વાદ અજમાવવા માગે છે. આ વાતને ધ્યાનમાં રાખીને કંપનીએ આ સ્વાદિષ્ટ પ્રોડક્ટને ગ્રાહકો માટે અત્યંત સરળ અને સુલભ એવી માત્ર રૂ. 70 ની કિંમતે ઉપલબ્ધ કરાવી છે, જેથી ગુણવત્તા અને સ્વાદની એકરૂપતા જળવાઈ રહે.

બ્રાન્ડનો વ્યાપ અને સફળ સફર

વર્ષ 2014માં ગુજરાતના નવસારીથી માત્ર એક જ આઉટલેટથી શરૂ થયેલી આ સફર આજે વ્યાપક બની છે. હાલમાં ગુજરાત તેમજ રાજસ્થાનના 67 શહેરોમાં આ બ્રાન્ડના 286 થી વધુ આઉટલેટ્સ કાર્યરત છે. ગુજરાત હજુ પણ કંપનીનું સૌથી મોટું બજાર છે, પરંતુ હવે બ્રાન્ડ મુંબઈ મેટ્રોપોલિટન રિજિયનમાં પ્રવેશ કરી ચૂકી છે અને આગામી એક વર્ષમાં મહારાષ્ટ્રમાં 30 આઉટલેટ્સ સુધી વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

શરૂઆતથી અત્યાર સુધીમાં આ કેફે દ્વારા 4.44 કરોડથી વધુ બર્ગર અને 3.07 કરોડથી વધુ કોલ્ડ કોફી પીરસવામાં આવી ચૂકી છે. આ નવી બાર્બેક્યૂ ફ્રાઇઝ હવે Ajay’s Cafeના તમામ આઉટલેટ્સ પર ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.


આ પણ વાંચો: Cancerની નોન-શેડ્યુલ્ડ દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, હવે દુકાનદાર 30%થી વધુ નફો નહીં લઈ શકે