હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે, આજથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અને આવતીકાલથી રાજયમાં ચોમાસું વધુ સક્રિય થશે, અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વરસાદ પડશે અને રાજયભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
17,18,19 જૂન રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 22 જૂન બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 26 થી 30 જૂન દરમ્યાન અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ સૌરાષ્ટ્ર કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાશે.
જાણો કયાં પડી શકે છે વરસાદ : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, કપડવંજ, ખંભાત, પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા, નર્મદા, છોટાઉદેપુર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાશે.
30 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી ભારે વરસાદની આગાહી કરાઈ છે, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 30 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે સાથે સાથે રાજ્યના કેટલાક ભાગોમા વીજળી પડવાની સંભાવના છે.









