અમદાવાદ શહેરમાં પાલતુ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને જવાબદાર પશુપાલનની જાગૃતિ વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ચોપડે જાહેર થયેલા તાજેતરના આંકડા મુજબ, 1 જાન્યુઆરી 2025 થી 4 ઓગસ્ટ 2026 સુધીના સમયગાળામાં કુલ 19,746 પાલતુ શ્વાનનું સત્તાવાર રજિસ્ટ્રેશન થયું છે.

શહેરમાં કુલ 19,746 પાલતુ શ્વાનનું સત્તાવાર રજિસ્ટ્રેશન 

આ ઉપરાંત, શહેરમાં પાલતુ બિલાડીઓ રાખવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે અને આ સમયગાળામાં 189 પાલતુ બિલાડીઓ પણ AMC ના ચોપડે નોંધાઈ છે. આંકડા દર્શાવે છે કે શહેરમાં અત્યાર સુધીમાં 17,380 જેટલા પશુ માલિકો એ આગળ આવીને પોતાના પાલતુ પશુઓની નોંધણી કરાવી છે.

સૌથી વધુ પસંદગી લેબ્રાડોર પ્રજાતિના શ્વાન

અમદાવાદીઓમાં કઈ પ્રજાતિના શ્વાન સૌથી વધુ લોકપ્રિય છે તે અંગેના આંકડા પણ રસપ્રદ છે. AMC ની નોંધણી મુજબ, શહેરીજનોમાં સૌથી વધુ પસંદગી લેબ્રાડોર પ્રજાતિના શ્વાનને મળી છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 3,939 લેબ્રાડોર નું રજિસ્ટ્રેશન થયું છે.

જર્મન શેફર્ડ 1,527 ની સંખ્યા સાથે બીજા ક્રમે

લેબ્રાડોર પછી અમદાવાદીઓમાં સિક્યોરિટી અને ફેમિલી ડોગ તરીકે જાણીતા જર્મન શેફર્ડ 1,527 ની સંખ્યા સાથે બીજા ક્રમે છે. આ સિવાય ક્યૂટ અને સ્મોલ બ્રીડ ગણાતા શીહત્ઝુ 1,497 અને ગોલ્ડન રીટ્રીવર 1,416 ની સંખ્યામાં રજિસ્ટર્ડ થયા છે. AMC દ્વારા તમામ પશુ માલિકોને પોતાના પાલતુ પ્રાણીઓનું રજિસ્ટ્રેશન કરાવવા અને વેક્સિનેશન નિયમિત કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: IT કંપનીમાં 1.56 કરોડની ઉચાપતનો માસ્ટરમાઇન્ડ નિખિલ ખલાસ સુરતથી ઝડપાયો