દિવાળીના તહેવારમાં મ્યુનિસિપલ શાસકોએ શહેરીજનો દ્વારા વિવિધ પે એન્ડ પાર્કમાં પાર્ક કરવામાં આવતા વાહનોના પાર્કિંગ ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત બુધવારે મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં સુધારા સાથે મંજૂર કરી છે.કમિટીએ જે સુધારો વાહનના પાર્કિંગના ચાર્જમાં સૂચવ્યો છે.તેમાં ટુ-વ્હીલરના સૂચિત દરોમાં 1થી 3 કલાક માટે હાથ વસૂલવામાં આવતા રૂપિયા 8ના બદલે રૂપિયા 15, 3 થી 6 કલાક માટે રૂપિયા 25, 6 થી 12 કલાક માટે રૂપિયા 40 અને 12 થી 24 કલાક માટે રૂપિયા ૫૫ નો દર મંજૂર કર્યો હતો.
વાહન પાર્કિંગના નવા દરનો અમલ
મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં દરખાસ્ત મંજૂર થયા પછી વાહન પાર્કિંગના નવા દરનો અમલ કરવામાં આવશે.વર્ષ 2015-16માં નક્કી કરાયેલા પાર્કિંગના દરોમાં ફેરફાર કરીને નવા દર લાગુ કરવાની દરખાસ્ત ટાઉન પ્લાનિંગ કમિટીની મંજૂરી માટે મૂકવામાં આવી હતી.જેમાં પાર્કિંગના સ્થળ,ઝોન,વાહનના પ્રકાર અને ટ્રાફિકની તીવ્રતાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ દર નક્કી કર્યા છે.દરખાસ્ત મુજબ,કેટલીક જગ્યાએ ટુ-વ્હીલરનો એક કલાકનો ચાર્જ હાલના રૂ.5થી વધારીને રૂ.10 અને કારનો ચાર્જ રૂ.15થી વધારીને રૂ.20 સુધી કરવાનો પ્રસ્તાવ છે.હાલ શહેરમાં ટુ-વ્હીલર માટે પ્રથમ કલાકના રૂ.5,કાર માટે રૂ.15,મિડિયમ કોમર્શિયલ વાહન માટે રૂ.50 અને હેવી કોમર્શિયલ વાહન માટે રૂ.75નો ચાર્જ વસૂલાય છે.
