તાજેતરમાં શહેરમાં વરસેલા વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. AMC હેલ્થ વિભાગનું કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મચ્છર બ્રિડીંગને લઈ થલતેજ ખાતે ચેકિંગ કરાયું છે. મચ્છર બ્રિડીંગ મળતા સહજ વન કન્સ્ટ્રક્શન સાઇટ સીલ કરવામાં આવી છે.
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેના લઈને . AMC હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરની કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.મચ્છર બ્રિડીંગ લઈ થલતેજ ખાતે ચેકિંગ કરાયું છે. મચ્છર બ્રિડીંગ મળે તે સાઇટને સીલ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મચ્છર બ્રિડીંગ મળે તે સાઇટને સીલ
AMC હેલ્થ વિભાગનું કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મચ્છર બ્રિડીંગ મળે તે સાઇટ સીલ કરવામાં આવી રહી છે. શહેરમાં વધતા જતા રોગચાળાને રોકવા શહેર કોર્પોરેશન દ્વારા હાલ આ કામગીરી હાથ ધરવમાં આવી છે. જો કોઈ કન્સ્ટ્રક્શન સાઇટની આસપાસ મચ્છરની બ્રિડીંગ મળી આવશે તો તેમની સામે કાર્યવાહી થશે.









