અમદાવાદ શહેરમાં પાર્કિંગ ચાર્જમાં વધારો કરવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કવાયત હાથ ધરાઈ છે. વર્ષ 2015-16માં નક્કી કરાયેલા પાર્કિંગના દરમાં ફેરફાર કરીને નવા દર લાગુ કરવાની દરખાસ્ત તૈયાર કરાઈ છે.જેમાં પાર્કિંગના સ્થળ, ઝોન, વાહનના પ્રકાર અને ટ્રાફિકની ગીચતાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ દર નક્કી કર્યાં છે.દરખાસ્ત મુજબ, કેટલીક જગ્યાએ ટૂ-વ્હીલરનો એક કલાકનો ચાર્જ હાલના રૂ.5થી વધારીને રૂ.20 અને કારનો ચાર્જ રૂ.15થી વધારીને રૂ.40 સુધી કરવાનો પ્રસ્તાવ છે. 

ઓન-સ્ટ્રીટ પાર્કિંગ માટે દર એકસરખા દર રખાયા

હાલ શહેરમાં ટૂ-વ્હીલર માટે પ્રથમ કલાકના રૂ. 5, કાર માટે રૂ. 15, મિડિયમ કોમર્શિયલ વાહન માટે રૂ. 50 અને હેવી કોમર્શિયલ વાહન માટે રૂ. 75નો ચાર્જ વસૂલાય છે. નવા દર અમલમાં આવશે તો વાહનચાલકોએ પાર્કિંગના સ્થળ અને રોકાણના સમયગાળા પ્રમાણે વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે. નવી દરખાસ્તમાં મલ્ટિલેવલ અને ઓન-સ્ટ્રીટ પાર્કિંગ માટે એકસરખા દર રખાયા છે.અહીં ટૂ-વ્હીલર માટે પ્રથમ કલાકનો ચાર્જ રૂ. 10, કાર માટે રૂ. 20, થ્રી-વ્હીલર માટે રૂ. 15 અને લાઇટ કોમર્શિયલ વાહન માટે રૂ. 50 સૂચવાયો છે. 

ગ્રાફિક્સ

કાર માટે રૂ. 20નો દર રાખવાની દરખાસ્ત

મિડિયમ કોમર્શિયલ વાહન માટે રૂ. 70 અને હેવી કોમર્શિયલ વાહન માટે રૂ. 100નો દર પ્રસ્તાવિત છે. સામાન્ય ઓન-સ્ટ્રીટ અને અંડરબ્રિજ પાર્કિંગમાં ઝોન પ્રમાણે દર અલગ રહેશે. મધ્ય, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં ટૂ-વ્હીલર માટે પ્રથમ કલાકના રૂ. 15 અને કાર માટે રૂ. 30 સૂચવવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ટૂ-વ્હીલર માટે રૂ. 10 અને કાર માટે રૂ. 20નો દર રાખવાની દરખાસ્ત છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: મનપાના ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે ટક્કર, આજે 130 ઉમેદવારોનું ભાવી નક્કી થશે