ગુજરાતીઓના નૂતન વર્ષ (બેસતા વર્ષ) ના મંગલ પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને આયોજિત સ્નેહમિલન સમારોહમાં હજારો લોકોની ભીડ વચ્ચે એક અત્યંત હૃદયસ્પર્શી અને લાગણીસભર ક્ષણ જોવા મળી હતી. દેશના રાજકારણમાં મક્કમ નિર્ણયો માટે જાણીતા કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના માસૂમ પૌત્રના આગ્રહ અને વહાલ સામે નમ્ર બની ગયા હતા. સ્ટેજ પર ઉપસ્થિત કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની હાજરી વચ્ચે પૌત્ર તેમનો હાથ પકડીને સ્ટેજ પરથી નીચે લઈ ગયો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

 નિર્દોષ જીદ સામે દાદાનું સ્મિત

અમિત શાહ જ્યારે પોતાના નિવાસસ્થાને ઉપસ્થિત કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી રહ્યા હતા, ત્યારે તેમનો પૌત્ર અચાનક સ્ટેજ પર દોડી આવ્યો હતો. તેણે જીદ પકડીને દાદા અમિત શાહનો હાથ ખેંચવાનું શરૂ કરી દીધું હતું.ગૃહમંત્રીએ જરાય ખચકાયા વિના અને સહજ સ્મિત સાથે પૌત્રના આગ્રહને માન આપી તેનો હાથ પકડી લીધો હતો અને તેની સાથે સ્ટેજની સીડીઓ ઉતરી નીચે ચાલ્યા ગયા હતા.

અમિત શાહ ફરીથી સ્ટેજ પર પાછા ફર્યા 

પૌત્રને સુરક્ષિત જગ્યાએ મૂકીને ગૃહમંત્રી અમિત શાહ ફરીથી સ્ટેજ પર પાછા ફર્યા હતા અને ઉપસ્થિત જનમેદનીને મળવાની પ્રક્રિયા શરૂ રાખી હતી.આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, આ ભાવુક ક્ષણને નેટીઝન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Deesa: મુડેઠા ગામે ભાઈબીજના પાવન પર્વે 763 વર્ષ જૂની પરંપરાગત અશ્વદોડનું ભવ્ય આયોજન, હજારો લોકો ઉમટ્યા