આજે સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળમાં યોગ કાર્યક્રમમાં જોડાયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીમાં હાજર રહ્યાં છે. બીજી બાજુ ગાંધીનગર જિલ્લાના માણસામાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી યોજાઈ છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોગ કરવામાં આવ્યા છે.


કેન્દ્રીય ગૃહમંત્રીએ યોગાસન કર્યા

અમદાવાદ શહેરમાં પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રહલાદનગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગ કર્યા હતાં. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય અમિત ઠાકરે પણ યોગ કર્યા હતાં. અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતાં અને વિવિધ યોગાસનો કરીને યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. રાજ્યમાં યોગ ફોર હેલ્ધી એજિંગની થીમ સાથે યોગા દિવસની ઉજવણી થઈ રહી છે. 

રિવરફ્રન્ટ ખાતે પણ યોગ દિવસની ઉજવણી

અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ ખાતે પણ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ યોગ કર્યા હતાં. આ કાર્યક્રમમાં મંત્રી દર્શનાબેન વાઘેલા પણ જોડાયા હતાં અને તેમણે પણ યોગાસન કર્યા હતાં.આ ઉપરાંત ધારાસભ્ય, સાંસદ સભ્ય, કોર્પોરેટરો પણ ઉજવણીમાં જોડાયા છે. આજે વિવિધ સંસ્થાઓ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ છે. યોગ દ્વારા સ્વસ્થ અને નીરોગી જીવનનો સંદેશ આપવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: Gujarat News: માણસા ખાતે રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગાસન કર્યા


  • Follow us on: