અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે શહેરની બહેનો અને બાળકો માટે એક ખુશીના સમાચાર આપતી જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષની પોતાની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ AMC દ્વારા રક્ષાબંધનના પર્વ પર મહિલાઓ અને બાળકોને ઉત્સવની વિશેષ ભેટ આપવામાં આવી છે.
દિવસે બહેનો અને બાળકો કરી શકશે મફત સવારી
આજના આખા દિવસ દરમિયાન અમદાવાદ શહેરની તમામ AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) બસોમાં મહિલાઓ અને નાના બાળકો માટે સફર સંપૂર્ણપણે ફ્રી રહેશે. બહેનો પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા સરળતાથી અને વિનામૂલ્યે પહોંચી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી રક્ષાબંધનના પર્વ પર સિટી બસોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
