ભારત દેશમાં સનાતન ધર્મની શાશ્વત સુંદરતા એ છે કે, ભગવાન વેંકટેશ્વરના દિવ્ય સાનિધ્યમાં ક્યારેય કોઈ ઊંચુ નીચુ કે અમીર અથવા ગરીબ હોતું નથી. સર્વ મનુષ્ય એક સમાન હોય છે. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના અનંત અંબાણીએ તિરૂપતિ ખાતે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતાં. તેમણે ત્યાં કેશદાન પણ કર્યું હતું. 


વહેલી સવારે ભગવાનની સેવામાં ભાગ લીધો

અનંત અંબાણીએ રવિવારે આંધ્રપ્રદેશ ખાતે સ્થિત પવિત્ર યાત્રાધામ તિરુમાલા ખાતે ભગવાનના દર્શન અર્થે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે વહેલી સવારે ભગવાનની સેવામાં ભાગ લીધો હતો. ત્યાર બાદ ભગવાનના દિવ્ય દર્શન કર્યા હતાં. આ દરમિયાન તેમણે ભગવાન સમક્ષ કેશદાન કર્યું હતું. તેઓ ભગવાનના દર્શન કર્યા બાદ રંગનાયકુલા મંડપમમાં પહોંચ્યા હતાં. 


બ્રાહ્મણોએ વેદ મંત્રોના ઉચ્ચારણ દ્વારા આશીર્વાદ આપ્યા

રંગનાયકુલા મંડપમમાં વિદ્વાન બ્રાહ્મણોએ વેદ મંત્રોના ઉચ્ચારણ દ્વારા તેમને આશીર્વાદ આપ્યા હતાં. મંદિરના અધિકારીઓએ શ્રીવારી તીર્થ પ્રસાદમ આપ્યો હતો અને વિશેષ સાલ ઓઢાડી તેમનું વિશેષ સન્માન કર્યું હતું. આ સમયે તેમના ચહેરા પર અનન્ય ભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે ગૌ પૂજા પણ કરી હતી અને હાથીને પણ ભોજન આપ્યું હતું.

આ પણ વાંચોઃ PM મોદીની મન કી બાતઃ સમુદ્રથી આકાશ સુધી ભારત સુરક્ષિત, સોના પેટ્રોલ પર દેખાઇ રહી છે અપીલની અસર


  • Follow us on: