દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે આસારામ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ ટિપ્પણી કરી હતી કે આ તબક્કે આરોપીને જામીન આપવા યોગ્ય જણાતા નથી, જેથી તેમને કોઈ રાહત આપવામાં આવી નથી.

20 દિવસના જામીન માટે કરી હતી અરજી 

આસારામ તરફથી મેડિકલ ગ્રાઉન્ડ (સ્વાસ્થ્યના કારણો) આગળ ધરીને 20 દિવસની હંગામી જામીન મંજૂર કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આસારામના વકીલ દ્વારા તેમની ઉંમર અને તબિયતની સારવાર અર્થે જામીન આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી ન હતી.


Tough verdict of Gujarat High Court


દુષ્કર્મ કેસમાં કાપી રહ્યા છે આજીવન કેદની સજા 

ઉલ્લેખનીય છે કે આસારામ સામે સુરતની બે બહેનો દ્વારા નોંધાવવામાં આવેલા ગંભીર દુષ્કર્મના કેસમાં અદાલતે તેમને દોષિત ઠેરવીને આજીવન કેદની આકરી સજા ફટકારી છે. હાલ તેઓ આ સજા ભોગવી રહ્યા છે. હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દેતાં આસારામને જેલમાં જ રહેવું પડશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો