બાવળા તાલુકાના નળકાઠા વિસ્તારના નાનોદરા ગામેથી વાસણા જવાના રસ્તા પર છેલ્લાં ઘણાં સમયગાળાથી પારાવાર ગંદકી તેમજ ઠેર ઠેર પાણી ભરેલા ખાડાઓનું સામ્રાજ્ય નહી મહા સામ્રાજ્ય હોય વાહનચાલકોને રોજબરોજ જોખમી સ્થિતિનો સામનો કરવાની સાથે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ખાડામાં નાનોદરા ગ્રામ પંચાયત બોરની લીકેજ થયેલ પાઈપલાઈનનું પાણી ભરાતા વાહનોના ચાલકોને ખાડો કેટલો ઉડો છે. તેનો તાગ મળતો નથીને વાહન ગુંલાટ મારે તેવી સ્થિતિ ઊભી થઈ છે. લોકોની માગ છે કે ગામડાના રસ્તા હવે તો સારા કરો કે કોઈ વાહન ગુંલાટ મારે ત્યારે તંત્ર ભાગશે ? તેમ સ્થાનિક જાગૃત નાગરિકોએ આક્રોશભેર જણાવ્યું હતું.

Surat news: શહેરમાં PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડયો, યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ









