અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકાના છેવાડા ગામ તરીકે સરલા , કાણોતર ગામના રસ્તા પર ઠેર ઠેર મસમોટાખાડા પડી જવા પામ્યા છે. તેમ છતાંય જવાબદાર તંત્ર દ્વારા બિસ્માર માર્ગ અંગે કોઈ જ જાતનું ધ્યાન આપવામાં આવતુ નથી. એથી નાના વાહનો સ્લીપ મારી ખાડામાં ડુબકી મારતા હોય જોખમી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. જ્યારે કાર સહિતના વાહન ચાલકોને કઈ બાજુ પાકો રસ્તો છે તે સમજાતું નથી. આ માર્ગેથી નળકાંઠામાં જવા માટેનો ટૂંકો રસ્તો હોય વાહનોની અવરજવર સતત રહેતી હોય છે. ત્યારે જવાબદાર તંત્રવાહકો દ્વારા વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેમ સ્થાનિક ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.



  • Follow us on: