અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બાવળા નજીક આવેલા આંબા તળાવ ત્રણ રસ્તા પાસે એક બાઇક સવાર યુવકને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
108 અને 112 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી
હાઇવે પર અકસ્માત સર્જાતા જ સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. બનાવની માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સ વાન તેમજ 112 બાવળા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
