અમદાવાદની બાવળા નપાના ચીફ ઓફિસરને દંડ કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલને 15 હજારનો દંડ કરાયો છે. માહિતી અધિકારના ઉલ્લંઘન બદલ 15,000નો દંડ કરવામાં આવ્યો છે. માહિતી અધિકાર હેઠળ માહિતી ન આપવા બદલ દંડ ફટકારાયો છે. બાવળાના વિશાલ મહેતાએ માહિતી માંગી હતી, પાણી નિકાલના ખર્ચ અંગેની માહિતી માંગી હતી, અપીલ સમયે માહિતી અધિકારી સમક્ષ હાજર રહ્યા ન હતા, માહિતી હુકમ મળ્યાના 10 દિવસમાં આપવા આદેશ કરવામાં આવ્યો છે. દંડની રકમ નહીં ભરે તો પગારમાંથી કાપી લેવાશે.
બાવળા નપાના ચીફ ઓફિસરને દંડ
માહિતી અધિકાર અધિનિયમ, 2005(The Right to Information Act, 2005) હેઠળ માહિતી ન પૂરી પાડવા બદલ બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસર (સરકારી અધિકારી)ને દંડ ફટકારવામાં આવ્યો છે. બાવળાના વિશાલ મહેતાએ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગી હતી. પાણીના નિકાલ અંગે કેટલો ખર્ચ થયો અને કલેક્ટર સાથે થયેલ મીટીંગ અંગેની માહિતી માંગી હતી. અપીલ સમયે માહિતી અધિકારી સામે હાજર રહ્યા ન હતા.
ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલને 15 હજારનો દંડ કરાયો
ચીફ ઓફિસરને ₹15000 નો દંડ કરવામાં આવ્યો છે. માંગ્યા મુજબની માહિતી હુકમ મળ્યાના 10 દિવસમાં વિનામૂલ્યે પૂરી પાડવાનો આદેશ કર્યો હતો. નિર્ધારિત સમયમર્યાદામાં દંડની રકમ ભરપાઈ નહીં થાય તો તે તેમના પગારમાંથી કાપી લેવા આદેશ કર્યો હતો, માહિતી હુકમ મળ્યાના 10 દિવસમાં આપવા આદેશ કરવામાં આવ્યો છે.