ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. અરવલ્લીના ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બુધવારે ભારે વરસાદ થયો હતો.જેના પગલે હાથમતી અને બુઢેલી નદી બે કોઠે વહી ગઈ હતી. જિલ્લામાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.


જુલાઈ માસના પ્રારંભમાં ફરી એક વખત વરસાદનું જોર વધી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં બુધવારે રાત્રે વરસાદ પડયો હતો. જોકે ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ સુધી પડતો હાથમતી અને બુઢેલી નદી બે કોઠે વહી હતી. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદની કારણે બંને નદીઓમાં પાણીનો પ્રવાહ વધતાં નદી કિનારાના ગામો એલર્ટ થયા હતા. જિલ્લામાં ગુરુવારે દિવસ પર સામાન્ય વરસાદ રહ્યો હતો પરંતુ આગામી સમયમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જિલ્લાના છુટાછેડા વિસ્તારોમાં 8 જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ પણ વરસી શકે છે.

ઉલ્લેખની એ છે કે જૂન મહિનામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયા બાદ જુલાઈમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરેલી છે. હવામાન નિષ્ણાતો પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગત અઠવાડિયા થયેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાવેતર નિષ્ફ્ળ જતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે.


  • Follow us on: