અમદાવાદમાં આયોજિત થનારા ભવ્ય બુક ફેરને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુલાકાતીઓની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મેળામાં આવનારા નાગરિકો અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મનપા દ્વારા ખાસ વીમા કવચ લેવામાં આવ્યું છે, જેથી કોઈપણ અપ્રિય ઘટના સામે પૂરતી સુરક્ષા મળી રહે.
રૂ.227 કરોડનું વિશાળ વીમા કવચ અને પ્રીમિયમ વિગતો
આ આયોજન અંતર્ગત મનપા દ્વારા કુલ 227 કરોડ રૂપિયાનું જંગી વીમા કવચ લેવામાં આવ્યું છે. આ વીમા માટે મનપા દ્વારા પ્રીમિયમ પેટે કુલ 3.01 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ નીતિ હેઠળ અકસ્માત અને જનરલ વીમા એમ બંને પ્રકારના જોખમોને આવરી લેવામાં આવ્યા છે.
