બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અલમપુર ગામે વર્ષો જૂની પરંપરા મુજબ 2025 ના શ્રાવણ વદ આઠમ ના દિવસે સમાત દાદા નો ધજા મહોત્સવ ઉજવાયો હતો એમાં વર્ષો જુની પરંપરા મુજબ ધજા ચડાવવા માં આવી હતી ત્યારે રામજી મંદિરે થી સમાત દાદાએ ધજા લઈને પહોંચ્યા ત્યારે અલમપુર ગામ ના લોકો એ ડીજે સાથે વાજતે ગાજતે સામૈયા કર્યા હતા અને સમાત દાદાના મંદિરે ધજા ચડાવવા માં આવી હતી ધજા ચડાવી ત્યારે સમાત દાદાના મંદિરે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું અને પોત પોતાની માનતા બાધા પૂરી કરવા ચોકલેટ ટીકડા સોપારી પેંડા રૂપિયા ઉડાડીને દાદાના પાયે ધરાવી ને સમાજ દાદાના દર્શન કરીને પોત પોતાની માનતા બાધા પૂરી કરી હતી અને ભજન મંડળી દ્વારા રાસ ગરબા ગાયને ડીજે ના તાલે રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી અને સમાત દાદા ના દર્શન કરીને સર્વ ધર્મ પ્રેમી જનતાએ સમાત દાદાના આશીર્વાદ લીધા હતા અને વર્ષો જૂની પરંપરા મુજબ સમાત દાદા ના મંદિરે ધજા મહોત્સવ ઉજવાયો હતો.

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી









