અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી (CBD) મોલ બહારથી બપોરે આશરે 2:00 વાગ્યાના અરસામાં જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાના મેસેજ વહેતા થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. કિંજલ રબારી પોતાના પતિ સાથે મોલમાં મૂવી જોવા માટે આવ્યા હતા, તે દરમિયાન બ્લેક કલરની વેન્યુ અને વાઇટ કલરની ક્રેટા કારમાં આવેલા શખ્સો તેમને બળજબરીથી ઉઠાવી ગયા હોવાના સીસીટીવી (CCTV) ફુટેજ પણ સામે આવ્યા હતા.

કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો

https://www.instagram.com/reel/Dc8lJQwEnc0/?utm_source=ig_web_button_share_sheet

અમદાવાદ કિંજલ રબારી કેસમાં મોટો ધડાકો

ઘટના બાદ શરૂઆતમાં એવી વિગતો વહેતી થઈ હતી કે કિંજલ રબારી અશોક ચૌધરી નામના શખ્સ સાથે પોતાની મરજીથી ગયા છે. પરંતુ આ બાબતે થોડા જ સમયમાં અત્યંત ચોંકાવનારો નવો વળાંક આવ્યો છે.આ સમગ્ર હાઇડ્રામા વચ્ચે લોકગાયિકા કિંજલ રબારીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે પોતાની સાથે બનેલી ઘટના અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વીડિયોમાં ગાયિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેમને મજબૂર કરીને ગોંધી રાખવામાં આવ્યા હતા.

ગાયિકા કિંજલ રબારીનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

કિંજલ રબારીએ વીડિયોમાં જણાવ્યું કે, "મને ઘરે ગોંધી રાખવામાં આવી હતી અને પર પુરુષ સાથે મોકલી આપવામાં આવી હતી."ત્યાં તેમના જીવને ભારે જોખમ હોવાનું પણ તેમણે વીડિયોમાં જણાવ્યું છે. તમામ પરિસ્થિતિઓ વચ્ચે તેઓ સુરક્ષિત રીતે નીકળીને ફરીથી પોતાના પતિ પાસે પરત આવી ગયા છે. ચાંદખેડા પોલીસે આ વીડિયો સ્ટેટમેન્ટ બાદ ગાયિકા અને તેમના પતિનું રૂબરૂ નિવેદન નોંધવા તેમજ અપહરણ પાછળ કયા લોકો અને કયું ષડયંત્ર હતું તે દિશામાં કાનૂની તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણના મેસેજથી દોડધામ