અમદાવાદના ચંદ્રનગર વિસ્તારમાં BRTSની છતનો એક ભાગ અચાનક તૂટી પડવાની ઘટના સામે આવી છે. છતનો ભાગ ધરાશાયી થતાં સ્થળ પર અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેથી મુસાફરો અને વાહનચાલકોને કોઈ જોખમ ન રહે.

બેરીકેડિંગ કરી એક તરફનો માર્ગ બંધ, જાનહાનિ ટળી

ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે સ્થળ પર બેરીકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને BRTS રોડનો એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી, જેના કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. સુરક્ષા વ્યવસ્થા અને વાહનવ્યવહારના નિયમન માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

BRTS રૂટની જાળવણી સામે ઉઠ્યા સવાલો

ચંદ્રનગર BRTSની છતનો ભાગ તૂટી પડવાની આ ઘટના બાદ BRTS રૂટ અને માળખાકીય સુવિધાઓની નિયમિત જાળવણી સામે અનેક સવાલો ઊભા થયા છે. નાગરિકો અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અન્ય BRTS સ્ટેશનો અને રૂટ પર પણ યોગ્ય ચકાસણી અને જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો