નવરાત્રિના ઉત્સવમાં અમદાવાદમાં પ્રથમ દિવસથી ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે.રવિવારે એસજી હાઇવે,એસ પી રિંગ રોડ સહિતના મોટા સ્થળોએ યોજાયેલા મસમોટાં કોમર્શિયલ ગરબાઓ આયોજકો દ્વારા કમાણી લેવાની આંધળી દોડમાં સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકી દેવાના કિસ્સા સામે આવ્યા છે. આખીયે દોડમાં સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકી દેવાના કિસ્સો સામે આવ્યા છે.હાઈ-પ્રોફાઈલ ગરબા મહોત્સવોમાં આયોજકો અને તંત્રની મિલીભગતથી મોટી દુર્ઘટનાને ખુલ્લું નિમંત્રણ આપવામાં આવી રહ્યાનો ખેલૈયાઓએ આક્ષેપ કર્યો છે.
ખેલૈયાઓ અને બાઉન્સરો વચ્ચે મારામારીની ઘટના
બીજા જ નોરતે અમદાવાદમાં સાચી શક્તિ સાચી ગરબામાં ધમાલ મચી ગઈ હતી. ફાયર એનઓસી આવ્યા વગર ગરબા યોજતા આયોજકોની પોલ ખુલ્લી પડી હતી, સાથે સાથે અનેક ખેલૈયાઓના જીવ જોખમમાં મૂક્યા હતા. આ પંડાલો પ્રથમ નોરતે ખેલૈયાઓનો અનેક ફરિયાદો આવી છે જેમાં મોટાભાગના લોકોનું કહેવું છે કે જાણીતા ગ્રાઉન્ડ કે પાર્ટી પ્લોટમાં યોજાયેલા મોટા કલાકારોના ગરબામાં માન્ય ક્ષમતા માત્ર 1000 લોકોની છે, ત્યાં વધુ નફો રળવાની લાલચે 3000 થી પણ વધુ લોકોને એન્ટ્રી અપાઈ રહી છે. ગ્રાઉન્ડમાં પગ મૂકવાની જગ્યા ન હોવા છતાં છેલ્લી ઘડી સુધી બારીઓથી મુકીને લોકોને અંદર ધકેલવામાં આવી રહ્યા છે.એક પાર્ટી પ્લોટમાં તો ખેલૈયાઓ અને બાઉન્સરો વચ્ચે મારામારીની ઘટના બની હતી.
