ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હવે ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. રાજ્યભરમાં ઠંડીના ચમકારાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા સૂકા અને ઠંડા પવનોના કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના પગલે વહેલી સવાર અને રાત્રિના સમયે લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું છે.


ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે ઠંડીમાં વધારો 

હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુનું આગમન સૂચવે છે.

 કયા શહેરોમાં કેટલું તાપમાન?

ઠંડીના મોજામાં હાલમાં રાજ્યનું પાટનગર ગાંધીનગર 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર બન્યું છે. આ ઉપરાંત, અન્ય મહાનગરો અને શહેરોના તાપમાન પર નજર કરીએ તો.


  • અમદાવાદ: 15 ડિગ્રી સેલ્સિયસ

  • વડોદરા: 15 ડિગ્રી સેલ્સિયસ

  • કંડલા: 15 ડિગ્રી સેલ્સિયસ

  • ડીસા: 15.6 ડિગ્રી સેલ્સિયસ

  • રાજકોટ: 15.7 ડિગ્રી સેલ્સિયસ

  • સુરત: 16.4 ડિગ્રી સેલ્સિયસ

  • પોરબંદર: 16 ડિગ્રી સેલ્સિયસ

  • દીવ: 14.5 ડિગ્રી સેલ્સિયસ

  • મહુવા: 15.5 ડિગ્રી સેલ્સિયસ

  • ભુજ: 17.8 ડિગ્રી સેલ્સિયસ

  • દમણ: 17.4 ડિગ્રી સેલ્સિયસ

 રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે

હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. લોકોએ સ્વાસ્થ્ય જાળવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.

  • Follow us on: