અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકસિત વિધાનસભામાં જેનું નામ આવે છે એ વેજલપુર વિધાનસભાની પણ દયનીય હાલત છે. અહીં સૌથી મોટી સમસ્યા રોડ, રસ્તા અને વરસાદી પાણીની છે. અહીંના ધારાસભ્ય અમિત ઠાકર સાથે સંદેશ ન્યુઝે આ મુદ્દે વાતચીત કરી. સંદેશ સાથેની વાતચીત દરમિયાન અમિત ઠાકરે અનેક જગ્યા પર કબૂલાત કરી છે કે હા AMCની અને અધિકારીઓની ભૂલ છે અને તેના કારણે લોકોને ભોગવવું પડ્યું છે.


[[$googlead]]

અધિકારીઓએ માત્ર વાયદાઓ કર્યા

ત્યારે ધારાસભ્યએ સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે તે મુદ્દે પણ વાત કરી છે. સૌથી પહેલા વેજલપુરના એ સ્થળ પર ગયા જ્યાં વરસાદમાં શહેરમાં સૌથી પહેલા પાણી ભરાઈ જાય છે એટલે કે શ્રીનંદ નગર જ્યાં ટ્રક લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી, સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ વાયદાઓ કર્યા હતા, પરંતુ અમે તેમના વાયદા પર નથી રહ્યા અને જે કામગીરી કરાઈ તેની ખાતરી અમે માગી છે.

[[$alsoread]]

 વેજલપુર ફાટક તરફ બ્રિજની કામગીરી ચાલી રહી છે

અમે વેજલપુર ગામની પણ મુલાકાત લીધી, પરંતુ હજુ આ વિસ્તારની હાલત ગામ જેવી જ દેખાઈ રહી છે. અહીં કદાચ હાજી કોર્પોરેશનનો વિકાસ પહોંચ્યો નહોતો . આ અંગે નેતાજીએ કહ્યું કે અહીં ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે રોડ રસ્તા તૂટેલા છે. આ વિસ્તારમાં રોડ રસ્તાએ હદે ખરાબ છે કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડાએ સમજવું મુશ્કેલ બન્યું હતું. આ અંગે કહ્યું હતું કે અધિકારીઓને કડક શબ્દમાં સૂચના આપી છે કે તમે સેટલમેન્ટ અંગે જે સમય મર્યાદા આપી હતી તે પૂર્ણ થઈ અને હવે રોડ બનાવો. વેજલપુર ફાટક તરફ બ્રિજની કામગીરી ચાલી રહી છે.

બ્રિજની કામગીરી પૂર્ણ થતા 6 માસ લાગશે

આમ તો આ બ્રિજ 1 વર્ષમાં પૂર્ણ થવાનો હતો, પરંતુ 6 માસ ડીલે છે અને હજુ પણ આ બ્રિજની કામગીરી પૂર્ણ થતા 6 માસ લાગશે. અહીં AMCની બેદરકારી પણ તેમણે સ્વીકારી હતી અને કહ્યું હતું કે બ્રિજ મામલે કામગીરી કરવામાં આવી એ પહેલા રોડ બનાવવા જોઈતા હતા, પરંતુ રોડ હવે ત્યારે જ બનશે. જ્યારે બ્રિજની કામગીરી પૂર્ણ થશે તો શાંતિપુરા ચોકડી પાસે પાણી ભરાઈ રહ્યા છે તેને લઈને પણ કહ્યું છે કે અહીં વેસ્ટર્ન ટ્રંક લાઈનની કામગીરી 30 જૂન સુધીમાં પૂર્ણ થવાની હતી, પરંતુ જમીનમાં નીચે ઈલેક્ટ્રિકના વાયરો નડી જવાના કારણે આ કામગીરીમાં મોડું થયું છે. પરંતુ ચોમાસા બાદ એ કામ પણ પૂર્ણ થઈ જશે. આ સાથે વેજલપુરના મતદારોને આશ્વાસન આપ્યું હતું કે આગામી 1 વર્ષમાં ડ્રેનેજ, વરસાદી પાણી અને રોડની સમસ્યાથી મુક્તિ મળશે.

  • Follow us on: