ખ્યાતિકાંડમાં આરોપી કાર્તિક પટેલની જામીન અરજી કરતા સુનાવણી પૂર્ણ થઈ છે અને કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં તપાસ અધિકારીએ એફિડેવિટ ફાઇલ કરી હતી. આ કેસમાં કુલ 03 દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલનો 50.91 ટકા શેર છે.


[[$googlead]]

કાર્તિક પટેલની જામીન અરજી પર સુનાવણી 

[[$alsoread]]

કાર્તિક પટેલના વકીલની કોર્ટમાં રજૂઆત કરી કે અન્ય ડાયરેક્ટરની જેમ કાર્તિક પટેલના રોલ સેમ છે જેથી જામીન આપવા જોઈએ. સરકારી વકીલે કહ્યું કે કાર્તિક પટેલ દર્દીઓ લાવવા માર્કેટિક ટીમ અને ડોક્ટરને ટાર્ગેટ આપતો હતો. કોર્ટે બને પક્ષકારોને સાંભળી ચુકાદો અનામત રાખ્યો છે. સોમવારે કોર્ટ કાર્તિક પટેલની જામીન અરજી પર ચુકાદો આપી શકે છે.

કાર્તિક પટેલ સામે 51 જેટલા સાહેદો

હોસ્પિટલમાં બિનજરૂરી ઓપરેશન કરી પૈસા કમાવવાનું કાવતરું કરવામાં આવ્યું હતું. કાર્તિક પટેલ સામે 51 જેટલા સાહેદો છે.કોર્ટે બને પક્ષકારોને સાંભળી ચુકાદો અનામત રાખ્યો છે. સોમવારે કોર્ટ કાર્તિક પટેલની જામીન અરજી પર ચુકાદો આપી શકે છે. 

  • Follow us on: