અમદાવાદ શહેરમાં રાજસ્થાનથી MD (મેફેડ્રોન) ડ્રગ્સ ની હેરાફેરી કરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ગીતામંદિર ચાર રસ્તાથી ભુલાભાઈ ચાર રસ્તા તરફના રસ્તે લોહાણા મહાજન ટ્રસ્ટના ગેટ પાસે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 100.480 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ નો કોમર્શિયલ જથ્થો પકડાયો છે.
પાલી અને દાણીલીમડા કનેક્શનનો ખુલાસો
જપ્ત કરાયેલા MD ડ્રગ્સની કિંમત રૂ. 3,01,440 હોવાનું સામે આવ્યું છે, જ્યારે MD ડ્રગ્સ, મોબાઈલ અને પેકિંગ મટીરિયલ સહિત કુલ રૂ. 3,16,440 નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ મામલે વટવાના મકદુમનગરમાં રહેતા 32 વર્ષીય અજીજખાન ઉર્ફે ખુદ પઠાણ ની ધરપકડ કરવામાં આવી છે.
