અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન પરિસરમાં અચાનક આગ લાગવાની એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી ફેલાતા નજરે પડ્યા હતા.

Chaos at Danilimda police station in Ahmedabad

ડિટેઈન કરાયેલા વાહનો આગની ઝપેટમાં

આગ એટલી ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી કે પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ઊભા રાખવામાં આવેલા વાહનો તેની સીધી ઝપેટમાં આવી ગયા હતા. અહીં અગાઉ વિવિધ કેસોમાં પકડીને અથવા ડિટેઈન કરીને રાખવામાં આવેલા અંદાજે 15થી વધુ વાહનો આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. વાહનોમાં ઇંધણ હોવાના કારણે આગે વધુ ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું, જેનાથી થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો.

Chaos at Danilimda police station in Ahmedabad

ફાયરબ્રિગેડની સમયસર કામગીરીથી કાબૂ

પોલીસ સ્ટેશનમાં આગ લાગ્યાની માહિતી મળતાની સાથે જ ફાયરબ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત અને પાણીનો મારો ચલાવીને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે સમયસર આગ પર કાબૂ મેળવાઈ જવાથી કોઈ મોટી જાનહાનિ થવા પામી નહોતી, પરંતુ વાહનોનું મોટું નુકસાન થયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો