દહેગામમાં હવે ગાડીઓના કાળા કાચ રાખીને રોફ મારનારા વાહન ચાલકોની હવે ખેર નથી. પોલીસ દ્વારા આવા વાહનોના કાચ પરથી બ્લેક ફિલ્મ દુર કરવાની ડ્રાઇવ શરુ કરાઇ છે.


આજે એક જ દિવસમાં 100 જેટલા વાહન ચાલકો પોલીસની ઝપટમાં આવ્યા હતા અને આવા વાહન ચાલકો પાસેથી પોલીસે દંડ વસુલવાની કામગીરી કરી હતી. ગાડીઓના કાળા કાચની ફિલ્મ સ્થળ પર જ દુર કરવામાં આવી હતી. પોલીસની ડ્રાઇવથી ગાડીઓમાં કાળા કાચ રાખીને રૌફ મારતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. દહેગામ પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશતા બે મુખ્ય નાકા પોઇન્ટ પર ચેકીંગ હાથ ધર્યુ હતુ. અમદાવાદ નરોડા તરફથી દહેગામ શહેરમાં પ્રવેશતા નેહરુ ચોકડી પોઇન્ટ પર તેમજ મોડાસા બાયડ તરફથી દહેગામમાં પ્રવેશતા એસટી ચોકી પોઇન્ટ પર સજ્જડ ચેકિંગ હાથ ધરાયું હતુ.


  • Follow us on: