અમદાવાદમાં યોજાનારા દિલજીતના કોન્સર્ટને લઈને ક્રિકેટ મેદાનની સુરક્ષા અને જાળવણી માટે આયોજકો દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોટા કાર્યક્રમો અને કોન્સર્ટ દરમિયાન મેદાન પર પડતા ભારને ધ્યાનમાં રાખીને ક્રિકેટ ગ્રાઉન્ડ, પીચ અને 30 યાર્ડ સર્કલની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી ક્રિકેટના મેદાનની પવિત્રતા અને ગુણવત્તા જળવાઈ રહે. સ્ટેડિયમની મધ્યમાં આવેલી પિચ અને આસપાસના હરિયાળા મેદાનને સુરક્ષિત રાખવા આયોજકો ખાસ તકેદારી લઈ રહ્યા છે.

ખાતર-પાણીનો છંટકાવ અને જર્મન ટેક્નોલોજીથી કવર

પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્રાઉન્ડને નુકસાન ન પહોંચે તે માટે સૌપ્રથમ મેદાનમાં ખાતર અને પાણીનો પૂરતો છંટકાવ કરવામાં આવશે. ત્યારબાદ આખા ગ્રાઉન્ડને જર્મન ટેક્નોલોજી થી કવર કરવામાં આવશે, જેથી ભારે ભીડ, સ્ટેજ કે સાધનોના વજન અને હિલચાલથી ઘાસ તથા મેદાનની સપાટીને કોઈ નુકસાન ન થાય.

કોલ્ડપ્લેના અનુભવ બાદ વિશેષ તકેદારી

અગાઉ કોલ્ડપ્લેના કોન્સર્ટ દરમિયાન ગ્રાઉન્ડને નુકસાન થયું હોવાના અનુભવ બાદ આયોજકો દ્વારા દિલજીતના કોન્સર્ટમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ક્રિકેટના મેદાનની પવિત્રતા અને રમતગમત માટેની યોગ્ય સ્થિતિ જાળવવા માટે આયોજકોએ આ સમગ્ર સુરક્ષા આયોજન હાથ ધર્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો