દિવાળીના પવિત્ર અને ઉત્સાહભર્યા તહેવારો નિમિત્તે રાજ્યના નાગરિકો સાથે ખુશીઓ વહેંચવાની પરંપરાને જાળવી રાખતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ પહેલ કરી છે. અમદાવાદ ખાતે આવેલી ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈને તેમણે ત્યાં સારવાર લઈ રહેલા મનોદિવ્યાંગ દર્દીઓ સાથે અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી હતી. તહેવારના આ પર્વ પર DyCM ની ઉપસ્થિતિથી દર્દીઓના ચહેરા પર વિશેષ ખુશી જોવા મળી હતી.

દર્દીઓ સાથે દીવા પ્રગટાવી કરી દિવાળીની ઉજવણી

મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલના મનોદિવ્યાંગ દર્દીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને તેમની ખબર-અંતર પૂછ્યા હતા. દર્દીઓ સાથે મળીને તેમણે દીવા પ્રગટાવ્યા હતા અને દિવાળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ વિશેષ ક્ષણોએ હોસ્પિટલના વાતાવરણમાં એક અનેક સકારાત્મક ઉર્જા અને હૂંફ પ્રગટાવી હતી.

દર્દીઓએ બનાવેલા દીવડાઓ ખરીદ્યા અને કૌશલ્યને બિરદાવ્યું

આ હોસ્પિટલમાં સારવાર મેળવતા દર્દીઓ દ્વારા પોતાની સર્જનાત્મકતા અને કલા કૌશલ્યથી સુંદર દીવડાઓ બનાવવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ આ તમામ દીવડાઓ ખાસ ખરીદ્યા હતા અને તેમની કલા તથા મહેનતને ખુલ્લા દિલથી બિરદાવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, "આ દીવાઓ માત્ર રોશનીનું નહીં, પરંતુ દર્દીઓની ખુશી અને તેમની આત્મનિર્ભરતાનું અસલી પ્રતીક છે." દર્દીઓની આ સર્જનાત્મકતા જોઈને તંત્ર અને ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો