અમદાવાદના અદાણી શાંતિગ્રામમાં આગ લાગવાની ઘટના બની છે જેમાં હાઈરાઈઝ બિલ્ડિંગના 7માં માળે આગ લાગી હતી અને આગમાં 2 લોકોનું રેસ્કયું કરવામાં આવ્યું છે, ઘરમાં રહેલ તમામ સામગ્રી અને વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે, ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.


[[$googlead]]

અમદાવાદના અદાણી શાંતિગ્રામમાં લાગી આગ

અમદાવાદમાં ફરી હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી જેમાં ફલેટના 7માં માળે ફલેટમાં આગ લાગી હતી અને બે લોકોને રેસ્કયુ કરીને તેમનો જીવ બચાવાયો હતો તો આસપાસના લોકો પણ આગ લાગતાની સાથે ફલેટમાં નીચે ઉતરી ગયા હતા અને આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને ઘરના માલિકનું નિવેદન લીધુ છે.

[[$alsoread]]

હાઇરાઈઝ બિલ્ડિંગના 7માં માળે લાગી આગ

અદાણી શાંતિગ્રામ એ પોશ બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હતી જેના કારણે ફલેટમાં રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા, આગ એટલી પ્રસરી ગઈ હતી કે ઘરમાં રહેલ તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ હતી, ફાયર વિભાગનું માનવું છે કે શોર્ટ સર્કીટના કારણે આ આગ લાગી હોઈ શકે છે, તો આગને કાબુમાં લેવાઈ છે અને બે લોકોને રેસ્કયું કરીને સલામત સ્થળે ખસેડયા છે. ફાયર વિભાગ હાલમાં કુલિંગની કામગીરી કરી રહી છે.

 

  • Follow us on: