અમદાવાદ મહાનગર પાલિકાની શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં જુગારધામ ઝડપાયું છે. ઓફિસમાં રમાઈ રહેલા જુગારની પ્રવૃત્તિનો કોર્પોરેટર શેખ સમીકા માર્ટીને વીડિયો બનાવી વાયરલ કર્યો છે. કોર્પોરેશનની ઓફિસને તાળુ મારી અંદર શખ્સો જુગાર રમી રહ્યા હતા.કર્મચારીઓ જુગાર રમતા હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. મસ્ટર ઓફિસમાં જુગાર રમી રહેલા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.


[[$googlead]]

જુગાર રમી રહેલા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ મહાનગર પાલિકાની શાહપુર રંગીલા મસ્ટર ઓફિસને તાળુ મારીને કેટલાક કર્મચારીઓ જુગાર રમતા હતાં. આ દરમિયાન કોર્પોરેટર શેખ સમીકા માર્ટીને વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ કેસમાં તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવ્યાં છે. જેમાં જુગાર રમી રહેલા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આ પાંચ કર્મચારીઓ પૈકી ચાર કર્મચારીઓ મેઈન હોલના છે તેમજ એક કર્મચારી ખાનગી કંપનીનો કર્મચારી છે. જે કંપનીનો કર્મચારી છે તે કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે.

[[$alsoread]]

મસ્ટર ઓફિસમાં ચાલી રહેલી જુગાર પ્રવૃત્તિને કોર્પોરેટરે ખુલ્લી પાડી

અમદાવાદ મહાનગર પાલિકાની શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં ચાલી રહેલી જુગાર પ્રવૃત્તિને કોર્પોરેટરે ખુલ્લી પાડી છે. ઓફિસને તાળુ મારીને જુગાર રમતા કર્મચારીઓ સામે હવે એક્શન લેવાય છે કે નહીં તે આગામી સમય બતાવશે. પરંતુ લોકોના કામ માટે શરૂ કરેલી આ ઓફિસ લોકોના ટેક્સના પૈસાથી ચાલતી હોય છે. જેમાં કર્મચારીઓ કામ કરવાની વાત તો દૂર રહી પણ જુગાર ધામ બનાવી જુગાર રમતા વીડિયોમાં કેદ થયાં છે.


  • Follow us on: