ઉબડખાબડ રોડને લઈને ગુજરાતના જાણીતા લોકગાયકે એક પોસ્ટ કરી છે. ગુજરાતના જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીએ વીડિયો શેર કરીને લખ્યું રોડ ટુ હેવન લખીને કટાક્ષ કર્યો છે. લોકગાયક આદિત્ય ગઢવી રસ્તામાં જઈ રહ્યા હતા ત્યારે વીડિયો ઉતારી પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો.
આદિત્ય ગઢવીએ વીડિયો શેર કરીને લખ્યું રોડ ટુ હેવન
ગુજરાતમાં હાલ ઠેર ઠેર ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે. તથા રસ્તાઓમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. રસ્તાઓ પરના ખાડાઓના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. તેવામાં ઉબડખાબડ રોડને લઈને ગુજરાતના જાણીતા લોકગાયકે એક પોસ્ટ કરી છે.
ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા
ઉબડખાબડ રોડને લઈને લોકગાયક આદિત્ય ગઢવીએ વીડિયો શેર કરીને રોડ ટુ હેવન લખીને કટાક્ષ કર્યો છે. હવે આ વીડિયાએ લોકોને ચર્ચા કરતા કરી દીધા છે. રસ્તાઓ પરના ખાડાઓના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. તેવામાં ઉબડખાબડ રોડને લઈને ગુજરાતના જાણીતા લોકગાયકે એક પોસ્ટ કરી છે.









