આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ હાલમાં રૂ.3.68 કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં જેલમાં બંધ છે. તેમણે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી દાખલ કરી હતી. કોર્ટે આ સમગ્ર કેસની ગંભીરતા અને રજૂ થયેલી વિગતોને ધ્યાનમાં રાખીને તેમની જામીન અરજી નામંજૂર કરી દીધી છે.અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ દ્વારા જામીન નકારવામાં આવતાં પૂર્વ અધિકારીને આ કેસમાં મોટો ફટકો પડ્યો છે. કેતકી વ્યાસ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે અને તેમને જેલમાં જ રહેવું પડશે. કોર્ટે અરજી ફગાવી દેતાં હવે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 

પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે ગુનો દાખલ થયો હતો

અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગત જૂન 2026માં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે ગુનો દાખલ થયો હતો. આ દરમિયાન તપાલમાં એવું પણ ફલિત થયું હતું કે, આ પૂર્વ અધિકારીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયાની મિલકતો વસાવી લીધી હતી. તેમની કાયદેસરની આવક કરતાં તેમની પાસેથી 70 ટકાથી વધુ આવક મળી આવી હતી. ગુનો દાખલ થયા બાદ કેતકી વ્યાસ સતત સંતાઈને ફરતા હતાં. તેમની ગત જુલાઈ અને ઓગસ્ટમાં જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી. 

કોર્ટે જામીન પર મુક્ત કરવાનો ઈનકાર કર્યો 

કેતકી વ્યાસની શોધખોળ દરમિયાન એસીબીએ ગત ઓગસ્ટમાં તેમને અમદાવાદથી પકડી પાડ્યા હતાં. તેમની સામે તપાસ કરનારા અધિકારએ ગત ઓક્ટોબરમાં કોર્ટમાં ચાર હજાર કરતાં વધુ પાનાનનું ડિફોલ્ટ બેઈલ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ કેતકી વ્યાસે ફરી કોર્ટમાં રેગ્યુલર જામની માટે અરજી કરી હતી. જેને કોર્ટે 26 ઓક્ટોબર 2026ના રોજ નામંજૂર કરતાં તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કોર્ટે દસ્તાવેજી પુરાવાને ધ્યાને રાખીને તેમને જામીન પર મુક્ત કરવાનો ઈનકાર કર્યો હતો. 

આ પણ વાંચોઃ Vadodara : કરાલી ગામે મગરના હુમલામાં ઇજાગ્રસ્ત આધેડનું મોત નીપજ્યું