અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ કરવામાં આવી છે. બોટની અધ્યાપકની ઓફિસમાં આ તોડફોડ કરવામાં આવી છે. પૂર્વ હંગામી કર્મચારી દ્વારા આ તોડફોડ કરવામાં આવી છે. આ પૂર્વ હંગામી કર્મચારીએ બોટની ડિપાર્ટમેન્ટના અધ્યાપકની કાર અને ઓફિસમાં તોડફોડ કરી છે. પૂર્વ કર્મચારીએ ઓફિસના દરવાજાનો કાચ તોડી નાખ્યો છે અને ટેબલ-ખુરશી તથા કારને પણ નુકસાન પહોંચાડ્યું છે.


[[$googlead]]

મહિલાની ફરિયાદ બાદ કર્મચારીને કાઢી મુકાયો હતો

તમને જણાવી દઈએ કે જૂની અદાવતમઆં કર્મચારીએ આ તોડફોડ કરી હોવાની જાણવા મળી રહ્યું છે. એક મહિલાની ફરિયાદ બાદ હંગામ કર્મચારીને 2 વર્ષ પહેલા જ નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે અને આ જૂની અદાવત રાખીને પૂર્વ હંગામી કર્મચારીએ આજે બોટની અધ્યાપકની ઓફિસમાં અને કારમાં તોડફોડ કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં જોવા મળતી ગંદકી અને અખાદ્ય ભોજનના મુદ્દે NSUI દ્વારા મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIના કાર્યકર્તાઓએ કેન્ટીનની તાળાબંધી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

[[$alsoread]]

થોડા મહિનાઓ પહેલા ફી વધારાને લઈ ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું

ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ થાય તે કોઈ નવી બાબત નથી. થોડા મહિનાઓ પહેલા ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેનેજમેન્ટ કોર્સમાં પ્રસ્તાવિત ફી વધારા મુદ્દે ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સૂત્રોચ્ચાર સાથે ABVPના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુનિવર્સિટી સત્તાધીશોએ મેનેજમેન્ટ કોર્સિસમાં રૂપિયા 2,500ની પ્રસ્તાવિત ફી વધારા મામલે વિચારણા કરી હતી, જેને લઈને ABVPએ વિરોધ નોંધાવ્યો હતો.

  • Follow us on: