અમદાવાદના ગેરતપુર ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની 103 કરોડ રૂપિયાના ખર્ચની ભલામણ કરતી દરખાસ્ત હાલ રોડ કમિટી દ્વારા પરત કરવામાં આવી છે. કમિટીએ બ્રિજની ખરી જરૂરિયાત, ટ્રાફિકનું ભારણ કેટલું છે, તેમજ આ પ્રોજેક્ટના ખર્ચમાં રાજ્ય સરકાર, ઔડા (AUDA) અને એએમસી (AMC) કેટલો હિસ્સો ભોગવશે તેની સ્પષ્ટતા માગી છે. સાથે જ, જીએસટી (GST) ની ચુકવણી બાબતે પણ સ્પષ્ટતા કરવા સૂચના અપાઈ છે.

ફાટક બંધ રહેવાથી સ્થાનિકો અને વાહનચાલકો હાલાકીમાં

સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા ગેરતપુર ગામની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં દર 15 થી 20 મિનિટે રેલવે ફાટક બંધ થઈ જાય છે, જેના કારણે વાહનચાલકોને લાંબો સમય ટ્રાફિકમાં રાહ જોવી પડે છે. લોકોનું સ્પષ્ટ માનવું છે કે, આ વિસ્તારમાં ઓવરબ્રિજ બનવો અત્યંત જરૂરી છે, જેથી રોજિંદી હાલાકીમાંથી કાયમી રાહત મળી શકે.

Ahmedabad News: Geratpur Overbridge Proposal Returned by Road Committee

પ્રોજેક્ટ પર વિલંબ, હવે આગળ શું?

એક તરફ નાગરિકો ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત થઈને વહેલી તકે બ્રિજ બનાવવાની માગ કરી રહ્યા છે, તો બીજી તરફ વહીવટી સ્તરે ખર્ચની ભાગીદારી અને ટ્રાફિક સર્વેના મુદ્દાઓ અટવાયા છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત વિભાગો દ્વારા આ દરખાસ્તમાં જરૂરી સ્પષ્ટતાઓ અને સુધારા કરીને ગેરતપુરના લોકોને ઓવરબ્રિજની ભેટ મળે છે કે પછી આ પ્રોજેક્ટ કાગળો પર જ સીમિત રહે છે.


આ પણ વાંચો: Ahmedabadના રામોલ વોર્ડમાં રીંગ રોડ ટોલ ટેક્સ પાસે પડ્યો મોટો ભૂવો!